રીડગુજરાતી : પુસ્તક પરિચય

ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ-વિશેષ પુસ્તકો

September 8, 2006 · 1 Comment

book bookbook

નામ :ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ

પ્રકાશક :
ગુજરાતી સાહિત્ય પરિષદ
ગોવર્ધન ભવન, આશ્રમમાર્ગ,
નદીકિનારે.
અમદાવાદ-380009
ફોન : 91-79-26587947

કિંમત : 150 થી 200 રૂ. (પ્રત્યેક ખંડના)

પૃષ્ઠ સંખ્યા : 500 થી 600 (પ્રત્યેક ખંડના)

વિગત :તાજેતરમાં ગુજરાતી સાહિત્ય પરિષદે ગુજરાતી સાહિત્યનો સંપૂર્ણ ઈતિહાસ દર્શાવતા દુર્લભ એવા ગ્રંથોનું પુન:પ્રકાશન કર્યું છે જે કુલ ચાર ગ્રંથોમાં (એટલે કે ચાર ભાગમાં) પ્રકાશિત કરવામાં આવ્યું છે. ગ્રંથ 1 માં ઈ.સ. 1150 થી ઈ.સ. 1450 ના મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ આપવામાં આવ્યો છે. ગ્રંથ-2 માં ઈ.સ. 1450 થી ઈ.સ 1850 સુધી, ગ્રંથ-3 માં અર્વાચીનકાળમાં દલપતરામથી કલાપી સુધી અને ગ્રંથ-4 માં ન્હાનાલાલથી મેઘાણી સુધી આપવામાં આવ્યો છે. આ ચારેય ગ્રંથોની કિંમત જુદી જુદી છે અને પૃષ્ઠ સંખ્યા અલગ અલગ છે. ગુજરાતી સાહિત્યની રચના, તેના પ્રકારો, ઉત્તમ સર્જકોના વિચારો, સાહિત્યનો ઈતિહાસ, સર્જકોના મનોવિચારો વગેરે માણવા માટે આ ઉત્તમ અને દુલર્ભ ગ્રંથો ખરેખર વસાવવા જેવા ખરા. આ પુસ્તકો દેશ-પરદેશમાં ગમે ત્યાં મંગાવવા માટે ગુજરાતી સાહિત્ય પરિષદનો ઉપરના ફોન નંબર પર ભારતીય ઑફિસ સમય પ્રમાણે સંપર્ક કરવો.

Categories: માહિતી

1 response so far ↓

Leave a Comment