સ્વાગત !

Editor

પ્રિય વાચકમિત્રો,

રીડગુજરાતી પર સાહિત્ય અને સમાચારના વિભાગો શરૂ કર્યા બાદ આજે ‘પુસ્તક પરિચય’ નામનો નવો વિભાગ શરૂ થઈ રહ્યો છે જેમાં આપ સહુ વાચકમિત્રોનું સ્વાગત છે. ગુજરાતી સાહિત્યના પુસ્તકોનો આપને સરળતાથી પરિચય મળી રહે તે આ નવો વિભાગ શરૂ કરવામાં આવ્યો છે અને મને આશા છે આપને આ વિભાગમાં ગુજરાતી પુસ્તકો વિશેની જરૂરી અને ઉપયોગી માહિતી મળી રહેશે.

મોટેભાગે એવું બનતું હોય છે કે આપણે પુસ્તકો ખરીદવા જઈએ ત્યારે એ પુસ્તકોને માત્ર ગણત્રીની સેકન્ડમાં પાનાં ફેરવીને ઓળખી શકાતું નથી અને જો આપણે માત્ર સુપ્રસિદ્ધ સાહિત્યકારોના પુસ્તકો પર જ નજર ફેરવીએ તો નવા કેટલાય સાહિત્યકારોના પુસ્તકો વાચકોના હાથ સુધી પહોંચી શક્તા નથી. બદલાતા સમયમાં મનોરંજના અન્ય સાધનોને લીધે તેમજ ગુજરાતી વાંચનના મર્યાદિત વર્ગને કારણે કયા પુસ્તક નવા આવ્યા છે, ક્યા પુસ્તક સારા છે એ બધી વિગતોથી ઘણા ઓછા લોકો પરિચિત હોય છે. પરિણામે અપ્રચલિત અને નવા સાહિત્યકારોના પુસ્તકો ખરીદવાનું કોઈ જોખમ (!) લેતું નથી. આ ઉપરાંત યાદગાર ગુજરાતી સાહિત્યની કૃતિઓ, નવલિકાઓ અને નવલકથાઓ ક્યાંથી પ્રાપ્ત થઈ શકે તેની વિગતો પણ સરળતાથી ઉપલબ્ધ થાય એ પણ એટલું જ જરૂરી છે જેથી આપણે આપણા વિદ્વાન સાહિત્યકારોનો અમૂલ્ય વારસો સાચવી શકીએ.

મારો પોતાનો એવો અનુભવ રહ્યો છે કે જ્યાં સુધી કોઈ પણ પુસ્તકનો એક લેખ વાંચ્યો ન હોય ત્યાં સુધી એ પુસ્તક ખરીદવું કે નહિ એ નક્કી કરવાનું અઘરું બની જતું હોય છે. એક જ લેખથી કાંઈ સમગ્ર પુસ્તકનો પરિચય મળી જતો નથી પરંતુ તેમ છતાં લેખકની શૈલી અને તેમાં રજૂ કરાયેલી વાંચન સામગ્રીનો સારો એવો ખ્યાલ તો આપણને મળી જ રહે છે ! આ બધા કારણનો લીધે રીડગુજરાતી પર પુસ્તક પરિચયનો આ એક નવો વિભાગ શરૂ કરવામાં આવ્યો છે.

આ વિભાગમાં જુદા-જુદા પ્રકારો પાડવામાં આવ્યા છે જેમાં અમુક સમયના અંતરે પુસ્તકોની વિગતો મૂકવામાં આવશે. આ વિગતોમાં કવિ/લેખકનું નામ, પુસ્તકની કિંમત, પ્રાપ્તિ સ્થાન, તેનું એક નાનું ચિત્ર, પ્રકાશકની વિગતો તેમજ પુસ્તકના પ્રકારનો આછો પરિચય આપવામાં આવશે. આ વિભાગની ખાસ વિશેષતા એ છે કે તેમાં મૂકાયેલા જે તે પુસ્તકમાંનો એક લેખ/કાવ્ય રીડગુજરાતીના સાહિત્ય વિભાગમાં મૂકાયેલ હશે અને તેની સીધી લીન્ક અહીં આપવામાં આવશે જેથી તે વાંચીને આપ એ પુસ્તક ખરીદવું કે નહિ તે નક્કી કરવામાં સરળતા રહેશે.

આ વિભાગ હજી પ્રારંભિક તબક્કામાં છે. જેમ જેમ અમને વાચકોના સુચનો મળતા જશે તેમ તેમ વધારે સુવિધાઓ ઉમેરતા રહીશું માટે આપ આપના સૂચનો અમને હોમપેજ પર ‘Feedback’ કલીક કરીને ચોક્કસ મોકલતા રહેશો.

સૌ વાચકોને પ્રણામ

તંત્રી :
મૃગેશ શાહ, વડોદરા

Advertisements

13 responses to “સ્વાગત !

 1. I am in a library. So I can not type Gujarati. But my heartiest congratulations to you for this very valuable need of Gujarati readers.
  May Almighty God give you great success in this new venture.
  I am also happy to note that Read Gujarati reader number has crossed 1,00,000 mark. It is an event worth celebrating.
  Jay Jay Garavi Gujarat,

 2. Mrugeshbhai,
  One more gift for the readers. This will certainly help to create our list of “books to buy”. If readers can have “mari pasand” (my page) to create their own list, that will be a great addition too.
  Thanks, this will really be encouraging to the new entrants in the field of Gujarati writing.
  Darshana

 3. Mrugeshbhai,thank u,one more gift to us,it very encouraging to read new gujarati good books.Nirav

 4. Mrugeshbhai….

  I am Nilesh from baroda.

  I welcome opportunity to meet you personally.
  May I have your contact number ?
  My number is 9998335067.

  Awaiting for your reply.

 5. Hi Mrugesh,

  Apperciate your efforts for the site & the useful material.

  Liked the “pustak parichay” the most.

  Thanks,
  Devang

 6. please send me email address of vipulbhai kalyani-London-at my below address mail
  thanx sir
  drpatel
  dinpatel2@gmail.com
  ===========================
  શ્રી વિપુલભાઈ કલ્યાણી,
  4,Rosecroft walk, wembley, middlesex, HA0 2JZ (U.K) Phone : 0044-2089020993

 7. :G[CLzL4 D’U[XEF.4
  S]X/ CXM4
  ZL0U]HZFTL ;F.0GL C]\ lGIlDT D],FSFT ,p K]\P U]HZFTL ;FlCtI HUTGL UlTlJlWVMYL VF ;F.8GF DFwIDYL JFS[O ZCL XSFI K[P VFHGF h05L I]UDF\ TDFZL VF 5|J’l¿ VlEG\NGLI K[P DFZF\ SrKGF .lTCF;v5]ZFTtJ ;\NE”GF 5|SFXGMDF\YL VF5 .rKM T[ S’lTG[ ;F.8 5Z D}SL XSM KMP VFEFZP DFZ[ ,FIS ;[JF OZDFJXMP
  VF5GM v GZ[X V\TF6L sE]Hf

 8. ગુજરાતી મા બ્લોગ જોઈને બહુ સારૂ લાગે છે .હૂં ગુજરાતી નથી લખી શકતો હતો,વાંચી શકૂં છૂં.પણ બારાહા ની મદદ થી આશા છે ,બહુ ભૂલો વગર લખાયૂ હશે .મારો બ્લોગ એક હિન્દી અને એક હિન્દી -અંગ્રેજી મિશ્રિત છે .
  ગુજરાતી મા ઓનલાઈન પત્રિકા છે ?બ્લોગ અને ઓનલાઈન પત્રિકાઓનો પરિચય પણ આપો તો વધૂ સારૂ.
  ગુજરાતી ની તૃટિયો માફ કરજો.
  http://samatavadi.wordpress.com/

 9. Naresh, good collection,
  If you need more details of RAJPUT KULS do contact us for all details of individual KULS eg SODHA KUL – information , their RISHI , KULDEVI etc PARMAR KUL informations , their RISHI , KULDEVI OR you can visit GADHADA in KHADIR KUTCH temple to get those information from there. THIS GADHADA is one of SARASWATI CIVILISATION in KHADIR like DHOLAVIRA.

 10. hi my my mother and fathers original gham is madhapur (bhudia) but i am now married in to dahisara (halai) who is my kuldevi?

 11. I want to download karmi karadiya book in pdf

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s